તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડગામના બસુ ગામે મેદાનમાં જુગાર રમતા 8 જુગારી ઝબ્બે

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોકડ,8 મોબાઇલ સહિત 29 હજારની મત્તા જપ્ત

વડગામ તાલુકાના બસુ ગામે આવેલ લેબલાપુરામાં કેટલાક શખસો ક્રિકેટના ખુલ્લાં મેદાનમાં જુગાર રમતા હોવાની છાપી પોલીસને બાતમી મળતા છાપી પોલીસના સ્ટાફે લેબલાપુરાથી સાસમ જવાના માર્ગ ઉપર આવેલ ક્રિકેટના મેદાનમાં છાપો મારી ખુલ્લાં મેદાનમાં ગંજીપાનાનો જુગાર રમતા આઠ જુગારીને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડા રૂ.13,790 સહિત આઠ મોબાઇલ કિંમત રૂ.12,500 કબ્જે કરી કુલ રૂ.26,290 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારી

  • કાંતિભાઈ ચતુરભાઈ ઠાકોર (રહે.લવારા,તા.સિદ્ધપુર)
  • સોનજી વેલાજી ઠાકોર (રહે.લવારા)
  • ગોવિંદજી સમરાજી ઠાકોર (રહે.લવારા,)
  • કરણજી સહદેવજી ઠાકોર (રહે.લવારા,)
  • હરેશજી લેબુજી ઠાકોર (રહે.લવારા,)
  • રામજીભાઈ જેઠાભાઇ વડગામા (રહે.સસમ,તા.સિદ્ધપુર)
  • પ્રકાશજી મફાજી બોકરવાડિયા (રહે.સસમ)
  • લાલજી વશાજી બોકરવાડિયા (રહે.સસમ)
અન્ય સમાચારો પણ છે...