ફરિયાદ:વડગામ તાલુકાના સલેમકોટની ઘટના, ગાડીનો કાચ તોડવા મુદ્દે કહેવા જતાં ગડદાપાટુનો મારમાર્યો

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા ચાર સામે ફરિયાદ નોંધાઈ

વડગામ તાલુકાના સલેમકોટમાં ગાડીનો કાચ તોડવા મુદ્દે કહેવા જતાં માર મારતાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. વડગામ તાલુકાના સલેમકોટમાં શામજીભાઇ ધનરાજભાઇ ચૌધરી બુધવાર સાંજના સુમારે ઘરેથી જમીને ખેતરે જતાં હતા. ત્યારે ગામના ઝાંપા પાસે હનુમાનજી મંદિર નજીક આવતાં ત્યાં ગામના કેટલાક શખસો કોઇ કારણસર અંદરો-અંદર ઝઘડો કરતાં હતાં. ત્યારે એકાએક ગુસ્સામાં એક શખસે ગુસ્સે થઇ બાજુમાં ગામના ગીરીશભાઇ રામજીભાઇ પટેલની ગાડી પડી હતી તેનો ધોકો મારી કાચ તોડ્યો હતો.

જેથી શામજીભાઇ ચૌધરી કહેવા જતાં ભેમજીભાઇ મેઘરાજભાઇ કોરોટ, ગણેશભાઇ વાલજીભાઇ રાવણ, ડોહજીભાઇ મેઘરાજભાઇ કોરોટ અને સુરેશભાઇ ડોહજીભાઇ કોરોટ ઉશ્કેરાઇ જઇ ધનરાજભાઇને ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેથી ધનરાજભાઇએ ચારેય શખસો સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...