વડગામના લીંબોઇમાં સરસ્વતી કોલેજ કેમ્પસ ખાતે વિધા સંકુલનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી ગિરાબા કિશોરસિંહ હેદુજી સોલંકી વિધાસંકુલ, કેશરસિંહ જયમલસિંહ સોલંકી સરસ્વતી આર્ટસ કોલેજ, શ્રી કાળુજી દલાજી સોલંકી સરસ્વતી કોમર્સ કોલેજ તેમજ શ્રીમતી ચંદનબા રામસિંહજી રાજપુત સરસ્વતી સાયન્સ કોલેજનું નામાભિકરણ સમારોહ યોજાયો હતો. જેમાં નર્સિંગ કોલેજમાં એક લાખ જેટલી રકમ આપનાર 150 કરતા વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરમ પૂજ્ય સંંતશ્રી પરથીરામજી મહારાજ તેમજ મગરવાડા વિર મહારાજના ગાદીપતિ શ્રી વિજય સોમજી મહારાજ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન પદે ગોકુળ ગ્લોબલ યુનિ.ના ચેરમેન બળવંતસિંહ રાજપુત, ડો.કિશોરસિંહ સોલંકી, અગ્રણી ડી.ડી. રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, ડૉ.ઉદયસિંહ રાજપૂત, ડૉ.સુરેન્દ્ર ગુપ્તા, હરેશ ચૌધરી, એલ.એ. ગઢવી સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ટુંકજ સમયમાં કરોડોનું દાન એકઠું કરનાર સમાજના પ્રમુખ મદારસિંહ હડિયોલ, મંત્રી અજમલસિંહ પરમાર, ટ્રસ્ટી રૂપસિંહ ચૌહાણ, ભીખુસિંહ પરમાર, ડો.રતુજી રાણા સહિત અગ્રણીઓના સમાજમાં શિક્ષણની જ્યોત જલાવવાના પ્રયાસને સૌ કોઈએ બિરાદવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.