તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી કરવાની માંગ:છાપી હાઇવે પર છ માર્ગીય રોડના કામમાં ધૂળ ઉડતા અકસ્માતનો ભય

છાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને શ્વાસ લેવાની તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી : સંરક્ષણ દીવાલ બનાવી કામગીરી કરવાની માંગ

વડગામના છાપી હાઇવે ઉપર ચાલતા છ માર્ગીય કામગીરી દરમિયાન રોડ ઉપર સતત ધૂળની ડમરીઓથી દુકાનદારો તેમજ રાહદારીઓ પરેશાન થઇ ઉઠ્યા છે. જ્યારે સતત ધૂળિયા માર્ગને કારણે અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે.વડગામ તાલુકાના છાપીથી પસાર થતા પાલનપુર-મહેસાણા હાઇવેને છ માર્ગીય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

છાપી હાઇવે ઉપર સતત લોકોની અવર-જવર તેમજ ભારે ટ્રાફિક વચ્ચે કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર દિવસ દરમિયાન રોડ ઉપર મેટલ તેમજ રેત નાખવાના કારણે રોડ તેમજ આસપાસ આવેલ હોટલો, દુકાનોમાં વ્યાપક પણે ધૂળ તેમજ સિમેન્ટની રજકણો ઉડવાના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે. દરમિયાન છેલ્લાં ત્રણ દિવસથી ઊડતી ધૂળના કારણે અનેક લોકોને શ્વાસની તકલીફો થયાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું. રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોની અનદેખી કરાઈ રહ્યાનું લોકો આક્ષેપો કરી રહ્યા છે. કામગીરી દરમિયાન હાઇવે ઉપર ડાયવર્ઝન સહિત સંરક્ષણ દીવાલ તેમજ પાણીનો છંટકાવ કરવા સ્થાનિક વેપારીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...