તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણની જ્યોત:વડગામના પરખડી ગામે દેવીપૂજક સમાજ 50 ઘરમાંથી 40 જણ સરકારી કર્મચારીઓ

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના પ્રથમ શિક્ષક બનેલા વડીલે શિક્ષણની જ્યોત પ્રગટાવી
  • 10 નિવૃત કર્મચારી યુવક- યુવતીને શિક્ષણનું મહત્વ સમજાવી રહ્યા છે

વડગામના પરખડી ગામે રહેતા દેવીપૂજક સમાજે શિક્ષણનું મહત્વ સમજ્યું છે. જ્યાં સમાજના પ્રથમ શિક્ષક બનેલા વડલે શિક્ષણની જ્યોત પ્રગટાવતાં આજે 50 ઘર પૈકી 40 વ્યકિતઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.જિલ્લામાં વસવાટ કરતો દેવીપુજક સમાજ મોટાભાગે મહેનત- મજુરી અને વેપાર સાથે સંકળાયીને જીવન નિર્વાહ કરે છે. આ સમાજમાં શિક્ષણનું એટલું બધુ મહતવ નથી. જોકે, વડગામના પરખડી ગામે રહેતા દેવીપૂજક સમાજે શિક્ષણનું મહત્વ સમજ્યું છે.

જ્યાં સમાજના પ્રથમ શિક્ષક બનેલા વડલે શિક્ષણની જ્યોત પ્રગટાવતાં આજે 50 ઘર પૈકી 40 વ્યકિતઓ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. પરખડીના દેવી પુજક સમાજના શિક્ષણ પ્રહરી કાળુભાઇ દેવીપૂજકને શિક્ષણનું મહત્વ સમજાતા તેમણે સમાજના અન્ય ભાઇઓને તેનું મહત્વ સમજાવ્યં હતુ. પરિણામ એ આવ્યું કે, આજની યુવા પેઢીએ પણ શિક્ષણનો માર્ગ અપનાવ્યો છે. વડગામ તાલુકામાં સૌથી વધુ સરકારી વિભાગોમાં જો નોકરીયાત હોય તો પરખડી ગામના દેવીપુજક છે. જ્યાં નિવૃત કર્મચારીઓ યુવક- યુવતીઓને શિક્ષણનું મહત્વ સમજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...