તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:વડગામ તાલુકામાં 15મા નાણાં પંચની ગ્રાન્ટ ન ચુકવાતાં વિકાસના કામો રૂંધાયા

વડગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક ગ્રામ પંચાયતના ખાતામાં ગ્રાન્ટ જમા થઇ ગઇ હોવા છતાં નાણાં નહીં ઉપાડી શકતાં પંચાયતોની હાલત કફોડી

તાલુકામાં છેલ્લા બે મહિના ઉપરાંતના સમયથી 15મા નાણાં પંચની ગ્રાન્ટ અટવાઇ પડી છે. જેના કારણે ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અટવાઇ પડ્યા છે. છતાં પૈસે પંચાયતો નાણાં ન ઉપાડી શકતાં ગ્રામ પંચાયતોના સરપંચો અવઢવમાં મુકાયા છે. વડગામ તાલુકાની 84 પંચાયતોના 15માં નાણાં પંચની આશરે ગ્રાન્ટ રૂ.50 કરોડ જેટલા બેન્કમાં જમા થવા છતાં સરકારની ડીજીટલ પેમેન્ટની હાડમારીમાં નાણાં ઉપાડવા પંચાયતોના સત્તાધીશોને રઝળપાટ થઇ રહી છે‌. પરંતુ સરકારી બાબુઓને જ આ બાબતે ગતાગમ ન હોવાનું કેટલીક પંચાયતોના સત્તાધીશો આક્ષેપ કરી રહ્યા છે. જેના કારણે સરકારી ગ્રાન્ટના નાણાં ઉપાડી શકાતા નથી.

બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો કરવા માટેની 15માં નાણાં પંચના રૂપિયા ગ્રામ પંચાયતોને તેમના ખાતામાં સીધા આપવામાં આવે છે અને તેનો વહીવટ સરપંચ, તલાટી કરી શકે. ત્યારે કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટના આધારે વિકાસના કામો એડવાન્સ કરી દેવાયા છે. હવે સરપંચો રૂપિયા ઉપાડવા જાય છે તો રૂપિયા ઉપડતાં નથી. જેના કારણે અનેક સરપંચોની તકલીફો વધી રહી છે. અવાર-નવાર તાલુકા તેમજ જિલ્લામાં બેઠેલા લાગતા-વળગતા સરકારી બાબુઓને કહેવા છતાં કોઇ જ નિકાલ ન આવતાં સરપંચોમાં પણ નિરાશા ફેલાઇ છે. ત્યારે જવાબદાર સરકારી બાબુઓ 15માં નાણાં પંચના રૂપિયા વહેલી તકે ઉપડે તેવી વ્યવસ્થા કરાવાય તેવી અપેક્ષાઓ પંચાયતોના સત્તાધીશો દ્વારા સેવાઇ રહી છે.

આ અંગે જિલ્લા પંચાયતના વિકાસ શાખા ડેપ્યુટી ડીડીઓ એ.જે.દેસાઇએ જણાવ્યું હતું કે ‘જે તે ગામોના સરપંચ અને તલાટીઓની ડિજિટલ સિગનેચર તૈયાર કરવા ગાંધીનગરથી બનીને આવશે. ત્યારબાદ ખાતામાંથી ઓનલાઇન પેમેન્ટ થઇ શકશે તેવું જણાવીને માથેથી ખભે કર્યું હતુંં.

અન્ય સમાચારો પણ છે...