તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વડગામના ડાલવાણાથી નાડોલ જવા પગપાળા સંઘનું પ્રસ્થાન

વડગામ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

વડગામ તાલુકાના ડાલવાણાથી છેલ્લા કેટલાય વર્ષોથી રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વરસે પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ડાલવાણાથી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સંઘ 6 દિવસે મહા સુદ બીજે રાજસ્થાનના નાડોલમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચશે. અને પદયાત્રીકો માતાજીના ચરણોમાં શિશ નમાવશે.

ત્યારે આ પગપાળા સંઘમાં ડાલવાણા નગાણા, મેગાળ, અને પાટણ જિલ્લાના ચારૂપ ગામના યુવાનો જોડાયા હતા. પગપાળા યાત્રિકોનું રસ્તામાં આવતા મેગાળ ચોકડી પેપોળના કેસરસિંહ રાજપૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડગામ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી તથા વિવિધ ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો