તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વડગામમાં દીકરીએ પિતાનું ઘર સાફ કર્યું,રૂ.13 લાખના દાગીના- રોકડ ચોરી પ્રેમી સાથે પલાયન

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિણીત યુવતી ધનાલી ગામે બહેનની સાસરીમાં રહેતા અન્ય યુવક સાથે પરિચયમાં આવી હતી
  • પિતાએ પુત્રી અને પ્રેમી સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વડગામ તાલુકામાં એક પરિણીત દીકરી પિતાના ઘરેથી રૂપિયા 13 લાખના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી અન્ય યુવક સાથે નાસી ગઇ હતી. આ અંગે તેણીના પિતાએ દીકરી અને તેને લઇને નાસી ગયેલા શખ્સ સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વડગામ તાલુકાના છનિયાણા ગામના એક ખેડૂત ખેતી કરી ગુજરાન ચલાવે છે. જેમની બંને દીકરીઓના લગ્ન થયા બાદ તેઓ પોતાની સાસરીમાં રહેતી હતી. આ દરમ્યાન પિયર છનિયાણામાં આવેલ દીકરી 25 જૂનના રોજ સવારે દસેક વાગ્યે પાલનપુર દાંતના દવાખાને જવાનું કહી નીકળી હતી. અને ત્યાંથી પોતાની સાસરીમાં જવાનું કહ્યુ હતુ.

જોકે બીજા દિવસે તેણીને ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો. આથી પિતાએ જમાઇને ફોન કર્યો હતો. જોકે તેણી પોતાની સાસરીમાં પણ ગઇ ન હોવાનું ખુલતાં પિતાએ શોધખોળ કર્યા બાદ વડગામ પોલીસ મથકે ગુમ યુવતી અંગે અરજી આપી હતી. દરમિયાન આ યુવતી વડગામના ધનાલીના પ્રકાશ બાબુભાઇ માજીરાણા સાથે નાસી ગઇ હોવાનું જાણવા મળ્યું હતુ. ખેડૂત પિતાએ પોતાના ઘરમાં તપાસ કરતાં પેટીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિ.રૂ.13,00,000 જોવા મળ્યાં ન હતા.

આ સાથે ગત દિવસોએ ભેંસ વેચ્યા બાદ આવેલા રોકડ રકમ રૂ.70,000 પણ મળ્યાં ન હતા. જેથી યુવતિના પિતાએ પોતાની જ દીકરી અને તેના પરિચયમાં આવેલ શખ્સ વિરૂધ્ધ કુલ કિં.રૂ.13,70,000ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વડગામ પોલીસે બંને યુવક-યુવતી સામે આઇપીસી કલમ 380, 114 મુજબ ગુનો નોંધી પીએસઆઇ અલ્પેશભાઇ રબારીએ બંનેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...