તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વડગામમાં મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાશે

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ તાલુકા પંચાયતની મુલાકાત લીધી

વડગામ તાલુકા પંચાયત ખાતે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકત લીધી હતી.જેમાં મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ 15માં નાણાં પંચ અને વિવિધ વિકાસ લક્ષી યોજનાઓની રજૂઆત કરી હતી.

ડીડીઓ સ્વપ્નીલ ખરેએ વડગામ તાલુકાના મેમદપુર અને ત્યાર બાદ તાલુકા પંચાયતની મુલાકાત લઈ દરેક શાખાઓમાં વિભાગનો રૂબરૂ જઈને અધિકારીઓ જોડે થી ડિસ્પેચ શાખામાં વિવિધ દાખલાઓ નું નિરીક્ષણ કર્યું,પંચાયત શાખા માં દબાણ અંગે ચર્ચા કરી, આઇ.આર.ડી માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી મેળવી,મિશન મંગલમ યોજના અંગે માહિતી લીધી અને ત્યાર બાદ મનરેગા શાખા દ્વારા તાલુકામાં થયેલા કામો અંગે અને નવા કામો મંજૂર કરવા અંગે ચર્ચા કરી હતી. ત્યાર બાદ તાલુકા પંચાયત ના પ્રમુખ પરથીભાઈ ગોળ અને તાલુકામાંથી આવેલા સરપંચો જોડે બેઠક યોજી હતી.

જેમાં પરથીભાઇ ગોળ અને તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ ભગવાનસિંહ સોલંકી અને સરપંચોએ 15માં નાણાં પંચ અને વિવિધ વિકાસ લક્ષી યોજનાઓની રજૂઆત કરી તેમની સાથે સમીક્ષા કરી હતી. ત્યારે ઈન્ચાર્જ ટીડીઓ જેઠાભાઈ વળાગાંઠ અને પ્રમુખ પરથીભાઈ ચૌધરી દ્વારા ડીડીઓનુ સ્વાગત કરાયું હતું. ડીડીઓ સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે સરકાર ની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને 15માં નાણાં પંચ જે ટેકનિકલ એરર આવે છે તેમાં તમામ તાલુકા ની એરર આવે છે. તેનો નિકાલ ખરેખર ગાંધીનગર થી નહિ પણ દિલ્લી થી કરવામાં આવશે.

જે પ્રશ્નો આવશે તેની તપાસ કરાશે
વડગામ તાલુકા પંચાયતની મુલાકાતમાં આવેલા ડીડીઓ મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું હતું કે, જે ગામોમાં આ પ્રશ્નો ઉભા થયા છે.તે ગામોની તપાસ ચાલુ છે અને નવા કોઈ પ્રશ્નો અમારી ધ્યાને આવશે તેની તપાસ માં 57/1 અને કન્સલ્ટિંગ કર્મચારી સામે કાર્યવાહી થશે.વડગામ તાલુકાના ભલગામ અને શેભર વાસણાની મનરેગા ની જાણ ધ્યાને આવશે તો તેમાં જરૂર તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...