તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:પાલનપુરના ઢેલાણા ગામમાં ચૌધરી દંપતીએ આદિજાતી સમાજની દીકરીનું કન્યાદાન કર્યું

વડગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના ઢેલાણામાં રહેતા એક ચૌધરી દંપતિએ આદિજાતી (ભીલ) સમાજની દિકરીનું કન્યા દાન કર્યું હતું. - Divya Bhaskar
પાલનપુર તાલુકાના ઢેલાણામાં રહેતા એક ચૌધરી દંપતિએ આદિજાતી (ભીલ) સમાજની દિકરીનું કન્યા દાન કર્યું હતું.
  • જાતીવાદીની માનસિકતાને ડામવાના પ્રયાસ માટેની એક શરૂઆત કરાઈ

પાલનપુર તાલુકાના ઢેલાણામાં રહેતા એક ચૌધરી દંપતિએ આદિજાતી (ભીલ) સમાજની દિકરીનું કન્યા દાન કર્યું હતું અને જણાવ્યું હતું કે હાલમાં જાતીવાદીની માનસિકતાને ડામવાના પ્રયાસ માટેની એક શરૂઆત કરી છે.

પાલનપુર તાલુકાના ઢેલાણામાં રહેતા જયાબેન રમેશભાઇ નરસંગભાઇ ચૌધરીના ઘરે છેલ્લા કેટલાય વર્ષોથી આદિજાતી સમાજની દિકરી જ્યોત્સનાબેન મફાભાઇ માજીરાણા તેમના ઘરનું ઘરકામ કરતા હતા. અને તેમને આ ચૌધરી પરિવાર પોતાના સદસ્યની જેમ જ રાખતા હતા. ત્યારે જ્યોત્સનાબેન માજીરાણાના લગ્ન નક્કી કરવામાં આવ્યા ત્યારે ચૌધરી રમેશભાઈ જ્યોત્સનાબેન પોતાની દીકરીને જેમ મોટા કર્યા હોવાથી તેમનું કન્યા દાન આપવાનું અને પરિવારને આર્થિક મદદ કરવાનું અને સમાજમાં જાતીવાદીની માનસિકતાને ડામવાના પ્રયાસ માટેની એક શરૂઆત રમેશભાઈએ કરી હતી. આ રીતે સમાજમાં એક સામાજીક સમરસતા અને નૈતિકતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...