તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વડગામની નાવીસણા દૂધમંડળીને રૂ.6.40 લાખ ચૂકવવા બનાસડેરીએ નોટિસ ફટકારી

વડગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળી દ્વારા ત્રણ બોગસ ખાતા ચલાવી ગેરરીતિ આચરી હતી
  • ડેરીના અધિકારીઓ દ્વારા એક સપ્તાહ પૂર્વે તપાસ હાથ ધરી હતી

વડગામ તાલુકાના નાવીસણા ગામની દૂધ મંડળીમાં ફેટ, એન.એસ.એફ. ઘટ આવવાના કારણે બનાસડેરી દ્વારા મંડળીને રૂ.50 હજાર દંડ સહિત કુલ રૂ.6.40 લાખ ચુકવવા આદેશ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.બીજી બાજુ કેવા પ્રકારની ગેરરીતિ કરવાના કારણે ફેટમાં ઘટ આવવાથી વધુ રકમ ચૂકવવાથી નુકશાન થયું તે નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું ન હતું. જેથી અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલી દૂધ મંડળીમાંથી બનાસડેરીમાં ભરાવવામાં આવતા દૂધમાં ફેટ, એસ.એન.એફ.ની ઘટ આવતા બનાસડેરીના અધિકારીઓ દ્વારા એક સપ્તાહ પૂર્વે રૂબરૂ આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મંડળી દ્વારા ત્રણ અલગ-અલગ નામે બોગસ ખાતા ચલાવી દૂધમાં ગેરરીતિઓ આચરતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી નાવીસણા મંડળીને બનાસડેરી દ્વારા દૂધમાં ગેરરીતિઓ કરવા બદલ રૂ.50 હજાર દંડ તેમજ બનાસડેરીને થયેલ નુકશાનના રૂ.5,90,897 મળી કુલ રૂ. 6,40,897 ચૂકવવા ડેરીના ચેરમેન ફ્લજીભાઈ ઉપલાણા તેમજ મંત્રી ગણેશભાઈ જુવાને નોટિસ ફટકારતા દૂધ મંડળીઓ સહિત પશુપાલકોમાં ચકચાર મચી જવા પામી હતી.

આ દરમિયાન બનાસડેરી દ્વારા નોટિસમાં નાવીસણા ડેરી દ્વારા કેવા પ્રકારની ગેરરીતિ કરવાના કારણે ફેટમાં ઘટ આવવાથી વધુ રકમ ચૂકવવાથી નુકશાન થયું તે નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું ન હતું. જેથી અનેક તર્કવિતર્ક ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...