તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કૃષિ સંબંધિત કાયદાના વિરોધમાં વડગામ મામલતદારને આવેદન

વડગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડગામમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત કાયદાના વિરોધમાં મામલતદારને આવેદન અપાયું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવુસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને સોમવારે કોંગ્રેસ ઓફીસ ખાતે 136માં કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા કોંગ્રેસ ઓફીસથી રેલી સ્વરૂપે નિકળીને વડગામ મામલતદાર સરકાર દ્વારા જે ખેડૂત વિરોધી ત્રણ કાયદા પાછા ખેંચી અને તાત્કાલિક રદ કરવા મામલતદાર ડી.એમ.પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનઓ ડી.એમ.પટેલ, પ્રવિણસિંહ હડીયોલ, અજીતસિંહ હડીયોલ, ભીખાભાઈ બિહારી, યાશીનભાઈ શિકારી, અયુબખાન લોહાણી તેમજ ડેલીગેટ લક્ષ્મણભાઇ ચૌધરી, રમેશભાઈ પરમાર તેમજ ઊસબાનભાઈ મનસુરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો