તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વડગામ પોલીસ સ્ટે.માં PSOની નજર ચુકવી આરોપી ફરાર

વડગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના વણસોલ ગામનો દિનેશ ઠાકોર સાબરમતી જેલમાં પોસ્કો હેઠળ સજા કાપી રહ્યો હતો. જે પેરોલ ઉપર છુટતાં હાજર ન થતાં તેને પેરોલસ્કવોર્ડ દ્વારા ઝડપી લઇને શનિવારના વડગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે રવિવારના રોજ પીએસઓની નજર ચુકવીને પેરોલ પરનો પોસ્કો હેઠળનો દિનેશ ઠાકોર વડગામ પોલીસ મથકેથી નાસી છુટયો હતો. જેની પોલીસ દ્વારા બે દિવસથી સઘન શોધખોળ કરાઇ રહી છે. પીએસઓની નજર ચુકવીને નાસી છુટેલા આરોપીથી પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...