અકસ્માત:વડગામની મેગાળ ચોકડી પાસે વાહનની ટક્કરે કાર ઝાડ સાથે અથડાતાં યુવકનું મોત

વડગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી નરપતસિંહ હડિયોલનું અકસ્માતમાં મોત

વડગામ તાલુકાના ડાલવાણા ગામના આશાસ્પદ યુવાનને ગુરુવારે વહેલી સવારે મેગાળ ચોકડી પર માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. તેમજ કારમાં સવાર અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડગામ તાલુકાના ડાલવાણા ગામના યુવા અગ્રણી અને ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી નરપતસિંહ હડિયોલનું ગુરુવારે વહેલી સવારે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેઓ અંબાજી જઇ પરત આવતા ગુરુવાર વહેલી સવારે વડગામની મેગાળ ચોકડી નજીક કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેને લઇ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ જતા નરપતસિંહ જૂઠાજી હડિયોલનું મોત નિપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા અને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ડાલવાણા દેવસ્થાન ટ્રસ્ટના સભ્ય એવા યુવા અગ્રણી નરપતસિંહ હડિયોલનું મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...