કાર્યવાહી:છાપી પાસે રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતાં 38 ગૌવંશ ભરેલ કન્ટેનર ઝડપાયું

છાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેનર મૂકી 3 શખ્સો ફરાર, પોલીસે 8.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વડગામ તાલુકાના છાપી નજીક તેનીવાડા હાઇવે ઉપર આવેલ એક હોટલ પાસેથી ક્રૂરતાપૂર્વક ભરેલ એક કન્ટેનરમાંથી 38 ગૌવંશ છાપી પોલીસે શનિવારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતું એક કન્ટેનરમાં ક્રુરતા પૂર્વક ગૌવંશ ભરી કતલખાને લઈ જવાતી હોવાની બાતમીના આધારે છાપી નજીક તેનીવાડા હાઇવે ઉપર આવેલ શાન હોટલ ઉપર પાર્ક કરેલ કન્ટેનરની તલાશી લેતા કન્ટેનરમાંથી 38 ગૌવંશ મળી આવ્યા હતા.

દરમિયાન એર ટાઈટ કન્ટેનરનામાં પાણી તેમજ ઘાસચારાની પણ વ્યવસ્થા ન હતી. જોકે પોલીસને જોઈ ત્રણ આરોપી નાસી છૂટ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી 38 ગૌવંશ કતલખાને જતાં બચાવી લીધા હતા. દરમિયાન પોલીસે ગૌવંશ સહિત કન્ટેનર મળી કુલ 8.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગૌવંશને ટેટોડા ગૌશાળામાં મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...