મતદાન:વડગામની 63 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 82.51 ટકા મતદાન

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડગામ તાલુકાના મેતા ગામમાં સરપંચ ના બે ઉમેદવારની ચૂંટણી માટે ના વોટ કરવા માટે લઘુમતી સમાજની બહેનોની કતારો લાગી હતી. - Divya Bhaskar
વડગામ તાલુકાના મેતા ગામમાં સરપંચ ના બે ઉમેદવારની ચૂંટણી માટે ના વોટ કરવા માટે લઘુમતી સમાજની બહેનોની કતારો લાગી હતી.
  • તાલુકાની 71 પંચાયતમાંથી 8 પંચાયત સમરસ બની હતી

વડગામ તાલુકાની 63 ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો માટેની ચૂંટણી રવિવારના સવારે 7 વાગ્યાથી જ હાડ થીજાવતી ઠંડી વચ્ચે ભારે ઉત્તેજના માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું.6 વાગ્યા સુધીમાં 82.51 ટકા મતદાન થયું હતુ. મતદારોની પણ પાખી હાજરી જોવા મળતી હતી.તો કેટલાક ગામડાઓમાં મતદારોની કતારો જોવા મળી હતી.જ્યાં વડગામ, છાપી, મેતા, પીરોજપુરા, પેપોળ, એદરાણા,વેસા,મજાદર,બસુ, સહીતના ગામડાઓમાં મતદારોએ મતદાન કર્યું હતું.

મતદાન મથકો પર વડગામ તથા છાપી પંથકના ગામડાઓમાં વડગામ ચુંટણી અધિકારી અને છાપી તેમજ વડગામ પોલીસ મથકના પીએસઆઇ દ્વારા મતદાન મથકો પર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તાલુકાના 63 ગામડાઓના 202 બુથો પર 1050 જેટલા કર્મચારીઓને ચૂંટણી કામગીરી માટે ફરજ પર મુકાયા હતા.મતદાન સમયે દિવસ ભર પોલીસ તથા જી.આર‌.ડીના જવાનોએ ખડે પગે રહીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતી નજર રાખીને ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...