ધરપકડ:ખોટી નંબર પ્લેટ લગાવેલા ડાલામાં 2 લાખના દારૂ સાથે 5 રાજસ્થાનની ઝબ્બે

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થરાદ પોલીસે આજાવાડા-નારોલી નર્મદા કેનાલ પુલ પાસેથી દારૂ ભરેલું ડાલું ઝડપ્યું
  • પાયલોટીંગ કરતી બોલેરો, ડાલું, દારૂનો જથ્થો સહિત રૂ.14.35 લાખનો મુદ્દામાલ કબ્જે

થરાદ પોલીસએ બુધવારે નાઇટ પેટ્રોલિંગ દરમિાન આજાવાડા-નારોલી પુલ નર્મદા કેનાલ પરથી 60 પેટી દારૂ ભરેલ જીપડાલા સાથે રાજસ્થાનના 5 શખ્સોને ઝડપી લીધા હતા. થરાદ પોલીસે પાયલોટીંગ કરતી બોલેરો જીપ, જીપડાલું,5 મોબાઈલ, દારૂ સહિત કુલ રૂ. 14.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. થરાદ પોલીસે આજાવાડા-નારોલી પુલ નર્મદા કેનાલ રોડ પર આરજે-04-જીબી- 9843 જીપડાલું (ખોટી નંબર પ્લેટ જીજે-12-એસટી-5268)આવતાં તેને ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની 60 પેટીમાં 1776 બોટલ કિંમત રૂ.2,09,136નો દારૂ મળી હતો.

પોલીસે અશોકકુમાર ઇસરારામ ચૌધરી તથા ગણપતરામ છોગારામ ચૌધરી (બંને રહે.લુણાવા જાગીર,તા.ગુડામાલાણી,જી.બાડમેર), ગુમનારામ કેવળાજી માળી (રહે.સીંધાસવા ચૌહાણ), સોહનસિંહ પુનમસિંહ રાજપુત(દેવલ) (રહે.જીવાણીયોકી ઢાણી,તા.ગુડામાલાણી,જી.બાડમેર) અને નેમારામ વગતારામ ચૌધરી (રહે.ખડી,તા.રામસર,જી.બાડમેર-રાજસ્થાનને ઝડપી લીધા હતા. તેમજ માલ ભરાવનાર અર્જુનસિંહ રાજપુત(દરબાર) (મુળ રહે.ઝાલોર હાલ રહે.મંગળનાથનું ફાંટુ,તા.સીણધરી,જી.બાડમેર-રાજસ્થાન) સહિત તમામની સામે ગુનોં નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...