આવેદનપત્ર:થરાદમાં યુથ કૉંગ્રેસ દ્વારા હેડ કલાર્ક પરીક્ષા રદ કરવા માંગ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા રદ કરવા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષામાં પેપર ફુટ્યું હોવાનું બહાર આવતા થયેલી ગેરરીતિના મુદ્દે ઇન્ડીયન યુથ કોંગ્રેસ થરાદ વિધાનસભા દ્વારા શનિવારે સાંજે થરાદના નાયબ કલેકટર વી.સી.બોડાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના યુવકો દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.

નાયબ કલેકટરે આવેદનપત્ર સ્વીકારી તેમની લાગણી સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં થરાદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ જોષી, ઉપપ્રમુખ યાસીન કાજી, મહામંત્રી પ્રકાશભાઈ પારેગી, વિક્રમસિંહ રાજપુત તથા અન્ય યુથ કોંગ્રેસના યુવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...