અકસ્માત:થરાદ-સાંચોર હાઇવે ઉપર ટ્રેલરની ટક્કરે યુવકનું મોત

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવારે બપોરના સુમારે થરાદ-સાંચોર હાઇવે પર ટ્રેલરની ટક્કરે યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરી હતી.

સાંચોર હાઇવે પર મેસરા હાઇવે પર આવેલા ભોરોલના ભરતદાન કરશનદાન ગઢવીના શ્રી કરણી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપ પર તેમનો ભાણેજ ગોવિંદદાન સરદાનદાન ગઢવી ( રહે.તડલા તા.સેડવા જી.બાડમેર) પંપની દેખરેખ રાખતો હતો. જે મંગળવારે સવારે 11 વાગ્યાના સુમારે પોતાના GJ08CB 8790 નંબરના બાઇક પર થરાદ તરફ જતો હતો. આ વખતે પિલુડા સ્ટેશન નજીક PB04AA 8659 નંબરના ટ્રેલરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ધડાકાભેર ટક્કર મારતાં ગોવિંદદાન (22) બંન્ને હાથે તથા માથામાં ફ્રેક્ચર થવાના કારણે સ્થળ પર જ મોત નિપજયું હતું. મૃતદેહને પીલુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. થરાદ મથકના પી.એસ.આઇ સાહેબખાન ઝાલોરી અને સ્ટાફે મૃતદેહનું પીએમ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભરતદાનની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...