તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થરાદમાં ટ્રેલરે બાઈકને અટફેટે લેતાં ટાયર નીચે ચગદાતાં યુવકનું મોત

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક યુવક ફંગોળાઇ જતાં આબાદ બચાવ

થરાદ મામલતદાર કચેરી ત્રણ રસ્તા પાસે ગુરૂવારે સાંજે પસાર થઇ રહેલા ટ્રેલરના ચાલકે બાઇકને અડફેટે લેતાં ટાયર નીચે ચગદાઇ જતાં એક યુવકનું મોત નિપજ્યું હતુ. જ્યારે એક યુવક ફંગોળાઇ જતાં આબાદ બચાવ થયો હતો.

થરાદ પાલિકાના સદસ્ય દિલીપકુમાર નવીનચંદ્ર ઓઝાનો ભત્રીજો ધવલકુમાર હિતેશભાઇ ઓઝા (ઉ.વ. 24) અને દિલીપભાઈ રમેશભાઈ માળી ગુરૂવારે સાંજે બુલેટ(જીજે 01 એમઝેડ 1163) પર થરાદ મામલતદાર કચેરી આગળથી પસાર થતાં ટ્રેલરના ચાલકે અડફેટે લેતાં ધવલકુમાર ટ્રેલરના આગળના ટાયરમાં આવી જતાં ગંભીર ઈજાઓ થતાંથરાદથી મહેસાણા સારવાર અર્થે ખસેડાતાં રસ્તામાં મોત થયું હતું. જ્યારે દિલીપભાઈ રમેશભાઈ માળી ફંગોળાઇ જતાં બચાવ થવા પામ્યો હતો.આ અંગે દિલીપભાઇએ ફરાર ટ્રેલર ચાલક સામે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...