કાર્યવાહી:થરાદમાંથી વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

થરાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે શખ્સની અટકાયત કરી ગુનો નોંધ્યો

થરાદમાંથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતાં શખ્સને ઝડપી પાડ્યો હતો. થરાદ મથકના પોલીસના કર્મચારીઓ શનિવારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતીમી મળકી થરાદમાં પશુદવાખાના પાસે દિલાવરખાન રસુલખાન મુલતાણી (રહે.પશુદવાખાના પાસે,થરાદ) જાહેરમાં હારજીતનો આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમતા હોવાની અને તેની પાસે લોકો આંકડા લખાવવા ભેગા થયા હતા.

પોલીસે બાતીમ આધારે રેડ કરી હતી. જ્યાં ખુલ્લામાં દિલાવરખાન રસુલખાન મુલતાણીને ડાયરી તથા પેન લઇને વરલી મટકાનો જુગાર રમતો ઝડપી લીધો હતો. પોલીસે તેના ખિસ્સામાંથી રૂપિયા 900 રોકડ સહિત મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ તેની સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...