ધમકી:જડીયાળીમાં ખેતરમાંથી રસ્તો કાઢવા મામલે મહિલાને ધમકી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હથિયારો સાથે આવેલા શખ્સોએ જેસીબી બંધ કરાવ્યું

લાખણીના જડીયાળીમાં ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી રહેલી મહિલાનું જેસીબી મશીન બંધ કરાવી હાથમાં ઘાતક હથિયારો સાથે આવેલા ગામના ચાર શખસોએ રસ્તો ખેતરના વચ્ચેથી નહી કાઢે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લાખણી તાલુકાના જડીયાલી ગામના ગીતાબેન રમેશભાઈ પટેલ બુધવારે બપોરે ખેતરમાં જુનો રસ્તો ખોલવાનો હોવાથી જેસીબીથી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી કરાવતાં હતા તે વખતે હથિયારો સાથે ધસી આવેલા ગામના ભાયચંદજી જલાજી ઠાકોર, અચળાજી પીરાજી ઠાકોર, રણાજી મુળાજી તથા કુરશાજી પાંચાજી ઠાકોરે જેસીબી બંધ કરાવી ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલ્યા હતા. તેમજ તારે રસ્તો કાઢવો હોય તો ખેતરના વચ્ચોવચ કાઢ નહિતર તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી મારવા સામા થયા હતા.

આ વખતે અન્ય લોકોએ સમજાવી તેમને ઘર તરફ પાછા મોકલ્યા હતા. ગીતાબેનની ફરિયાદના આધારે આગથળા પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...