તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઇઢાટા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી પાણી

થરાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જોડાતી ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટી કેનાલની સફાઇ કામ નહીં કરાયું હોવાથી કેનાલમાં છોડવામાં આવતા શુક્રવારે રાત્રે પાણી અધવચ્ચેથી ઇઢાટા તેમજ જમડા પાટડીયા નામના સીમ ખેતરોમાં ઓવરફ્લો થતાં જીરું, રાયડો જેવા રવિપાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકશાન થયું હતું.

હીરાભાઈ પટેલના ખેતરમાં પાણી ફરી વળતાં ચાર હેકટર જેટલી જમીનમાં રાયડાના ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેતર બેટમાં ફેરવાતાં નુકસાન થયું હોવાનું ખેડૂત પરિવારે જણાવ્યું હતું. જમડાના વિહાજી રાજપુતે જણાવ્યું હતું કે ‘ડિસ્ટ્રીબ્યુટી કેનાલનું બાંધકામ જમીનના સમતોલ લેવલ વગરની કામગીરી કરાઈ છે. જેથી વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે.

અન્ય સમાચારો પણ છે...