શું આ રીતે કોરોનાને હરાવીશું:થરાદના માંગરોળમાં આઇશ્રી શેણલ માતાના મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યાં, લોકો સોશિયલ ડિન્ટન્સ ભૂલ્યા

થરાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદના માંગરોળ ગામે બિરાજમાન આઈશ્રી શેણલ માતાજીના મંદિર શનિવારે અષાઢ સુદ ચૌદશે માતાજીની તિથિ હોવાથી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.  

મંદિરમાં  દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે  મંદિર ટ્રસ્ટ દ્વારા બંને પ્રવેશદ્રાર ખુલ્લા મુક્યા હતા. જેથી કરીને પ્રથમ પ્રવેશદ્રારથી પ્રવેશ કરી માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થી બીજા ગેટથી મંદિર બહાર નીકળી શકે. જેથી મંદિરમાં આવવા-જવામાં ટ્રાફિક સર્જાય નહિ તેમજ ભીડભાડ થતી અટકે. મંદિરમા સિક્યુરિટી, જીઆરડી તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં દર્શનાર્થીઓ જાણે કોરોના સંક્રમિત મહામારીનો કોઈ જાતનો ડર ન હોય તેવી રીતે અગાઉની પ્રથા મુજબ પ્રથમ પ્રવેશદ્રારનો આવવા-જવા ઉપયોગ કરતાં ભીડભાડ સર્જાઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...