તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સપ્રેડા ગામે મનરેગા કામોની તપાસ ન થતાં ગામલોકો ધરણાં પર બેસશે

થરાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી ઘરણા પર બેસવાની તારીખ માંગી, મનરેગાના કામોમાં 34 લાખનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપો કર્યા

વાવના સપ્રેડા ગામે મનરેગા યોજના હેઠળ થયેલ કામોની તપાસ કરવા કચેરીઓ દ્વારા યોગ્ય જવાબ નહીં મળતાં ગામલોકોએ ઘરણા પર બેસવાની તારીખ માંગવા પ્રાંત કચેરી ખાતે 10 જેટલા લોકોએ શીરિસ્તેદારને શનિવારે આવેદનપત્ર આપ્યું હતું. મનરેગા કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે લેખિત રજૂઆતો કરવા છતાં તપાસ હાથ ધરવામાં નહિ આવતાં ગામના અરજદાર દલરામભાઈ નાગજીભાઈ મણવર સહિત 10 ગ્રામજનો શનિવારે પ્રાંત કચેરી ખાતે શીરિસ્તેદાર આર.પી.ગોહિલને લેખિત રજૂઆત કરી ધરણા પર બેસવાની પરવાનગી મંજૂરી તારીખ માંગી હતી.

જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે વર્ષ 2017/18 તેમજ 2018/19 માં સપ્રેડા ગામે મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવવા ગામલોકોએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કચેરીઓમાં 15 જૂન-2018 ના રોજ માંગણી કરી હતી પરંતુ આજદિન સુધી સપ્રેડા ગ્રામ પંચાયત દ્વારા રોજગારી આપવામાં નહિ આવી હોવા છતાં જે લોકોએ રોજગારીની માંગણી નથી કરી તેવા લોકોના નામે રૂ.34,00,000 જેટલી રકમના કામો બતાવી નાણાં ઉપાડી લેવામાં આવતા ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ કરી 26 સપ્ટેમ્બર-2018ના રોજ માહિતી માંગી હતી.

જે 16 એપ્રિલ-2019 ના રોજ અધૂરી માહિતી આપવામાં આવી હતી. જેથી ગ્રામ પંચાયત તેમજ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માલુમ પડતાં યોગ્ય તપાસ કરવા તમામ કચેરીઓમાં રજૂઆતો છતા તપાસ કરવામાં નહિ આવી નથી.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો