તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ કામગીરી:સમારકામને લઈ થરાદ નર્મદા નહેરમાંથી 15 દિવસ સુધી પાણી નહીં લેવા ખેડૂતોને તાકીદ

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળુ સિઝન લીધા બાદ તંત્ર દ્વારા નહેરમાં સમારકામ કામગીરી હાથ ધરાઈ

નહેરની સમારકામગીરીને લઈ થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાંથી 15 દિવસ સુધી ખેડૂતો સિંચાઈનું પાણી નહિ લેવા સરદાર સરોવર નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે.સરદાર સરોવર મુખ્ય નર્મદા નહેરમાં ટ્રીટમેન્ટ કામગીરી હાથ ધરવાની થતી હોવાના કારણે તંત્ર દ્વારા 21 જૂનથી 5 જુલાઈ સુધી ખેડૂતો નહેરમાંથી સિંચાઈ માટે પાણી નહીં લઈ શકે. જેથી હાલમાં નવેસર વાવેતર નહિ કરવા નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને અગાઉ તાકીદ કરવામાં આવી છે.

નર્મદા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘ખેડૂતોએ ઉનાળુ સીઝનમાં કરેલું વાવેતર પાક તૈયાર થઈ જવા પામ્યો છે. જુવાર, બાજરી વાવેતર કરેલો પાકની કાપણી ચાલી રહી છે. જેમાં ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત નથી તેવા સમયની અનુકૂળતા મુજબ નર્મદા વિભાગે સમારકામની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોઈ જેથી મુખ્ય નર્મદા નહેર પર રહેલા સિંચાઈના એન્જીન મશીનો, ઇલેકટ્રોનિક મોટરો વડે પાણી નહિ ખેંચવા અગાઉથી જાણ કરવામાં આવી છે. જેમાં પીવા માટે ઉપયોગમાં લેવા માટે પાણી પુરવઠા વિભાગને પુરવઠો આપવામાં આવશે. જેથી ખેડૂતોએ નર્મદા વિભાગને સ્પોર્ટ કરે તેવી તંત્રને આશા છે.

મુખ્ય નહેરમાં મુકેલા હસ્તા પાઇપોને નુકસાન કરવામાં નહી આવે તેવું સૂત્રો પાસેથી માહિતી મળતાં ખેડૂતોએ પાઇપો હટાવવાની નથી પરંતુ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું પાલન કરી સંયમ જાળવી રાખી સરદાર સરોવર નર્મદા વિભાગ અધિકારીઓને મદદરૂપ બને. જેથી સત્વરે કામગીરીમાં સરળતા રહી શકે.

અન્ય સમાચારો પણ છે...