તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અનેકતામાં એકતા એ જ નગરની શાન : ચારિત્રરત્ન વિજય

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુનિરાજના આગમનને વધાવવામાં આવ્યું હતું. કલશધારી મહિલાએ સામૈયું કરીને ઢોલનાં તાલ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. - Divya Bhaskar
મુનિરાજના આગમનને વધાવવામાં આવ્યું હતું. કલશધારી મહિલાએ સામૈયું કરીને ઢોલનાં તાલ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.
  • થરાદ નગરના પનોતા પુત્ર એવા જૈન મુનિરાજનો નગર પ્રવેશ યોજાયો

જૈનસંઘના જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને થરાદ તાલુકાના નારોલી ગામના પનોતા પુત્ર મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજનું નારોલી પદાર્પણ થતાં જૈન સંઘ અને ગામના નાગરિકોએ સાથે મળીને નગર પ્રવેશ કરાવ્યો હતો.

સોમવાર સવારે સુર્યનાં પ્રથમ કિરણ ઉદય સાથે ગામની સીમા પર અક્ષતનાં વધામણા અને મંગળ ગીતોના સ્વર સુરોથી મુનિરાજના આગમનને વધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કલશધારી મહિલાએ સામૈયું કરીને ઢોલનાં તાલ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે ગામના રાજ માર્ઞ પર પરિભ્રમણ કરીને જૈન મંદિરમાં ભગવાનના દર્શન કરીને ઉપાશ્રયમાં ધર્મસભામાં પરિવર્તન થઈ હતી.

ગામની એકતા અને સંપ નિહાળીને મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે ‘ભારત એક વિશાળ લોકશાહી દેશ છે. વિવિધ ભાષા, સંસ્કૃતિ અને ધર્મના લોકો અહીં વસવાટ કરે છે. અનેકતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે. પણ અમુક સ્વાર્થી લોકો ભાષા, સંસ્કૃતિ અને ધર્મના નામે ઝઘડા ઊભા કરે છે. તેનાથી દેશની એકતા અને અખંડતાને ભારે હાનિ થાય છે. 'રાષ્ટ્રીય એકતા' એ કોઈ સ્થૂળ વસ્તુ નથી; ભાવના અથવા લાગણીનો પિંડ છે.

એક જ રાષ્ટ્રધ્વજની છત્રછાયા હેઠળ નાગરિક્ત્વ ભોગવતી, જુદા-જુદા ધર્મો સંપ્રદાયો, જાતિઓ-પેટા જાતિઓવાળી પચરંગી પ્રજા વચ્ચે જ્યારે ભાઈચારો, બંધુતા, સમાનતા અને સંપ પ્રવર્તતા હોય ત્યારે એ ગામમાં એકતાનો સ્તર ખૂબ ઉંચો છે એમ કહી શકાય અનેકતામાં એકતા એ જ નારોલીની શાન છે.’ બે દિવસની સ્થિરતા દરમિયાન ધાર્મિક સામાજિક તેમજ જનસેવા અને જીવદયાનાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુનિરાજના દર્શનાર્થે કલેક્ટર, નાયબ મામલતદાર, તાલુકા પંચાયત સદસ્ય વજેસિંહ સહિત અનેક રાજકીય તેમજ સામાજીક અગ્રણીઓ અને અઘિકારીઓએ મુનિરાજ શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં નારોલી જૈન સંઘ અગ્રણી ચંદુભાઈ, સેવંતીલાલ, હસમુખભાઈ, ચેતનભાઈ, સુરેશભાઈ, પ્રવીણભાઈ આદિએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...