ધરપકડ:થરાદના દુધવા પાસેથી દારૂની 240 બોટલ સાથે બે ઝડપાયા

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એલસીબી પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમીના આધારે દુધવા પાસેથી કાર ઝડપી લીધી હતી.જેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-240 કિ.24000 મળી આવી હતી. પોલીસે કાર કિ.3,00,000 તથા મોબાઈલ રૂ.5,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.3,29,000 કબજે લીધો હતો.

તેમજ સ્વીફ્ટ કારના ચાલક જનકસિંહ સવાઇસિંહ સોઢા (રહે.ખાનપુર.તા.થરાદ) તથા મુળાભાઇ ગણેસાજી પટેલ (રહે.મોટામેસરા.તા.થરાદ) ની અટકાયત કરી તેમની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તસવીર-વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...