તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદ બસ ડેપોમાં બુધવારે એક નશાખોરએ કાર અને પાસબારીના કાચ તોડી હંગામો મચાવ્યો હતો. જ્ચારે બીજા દિવસે ગુરુવારે બસ ડેપોના દરવાજાની આગળ બે દારૂડિયાએ હંગામો મચાવતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. થરાદમાં બુધવારે એક નશાખોરએ મગજનો પીતો ગુમાવી બસ ડેપોમાં કાર અને પાસબારીના કાચ તોડી આતંક મચાવ્યો હતો.
જેમાં એસટી બસ સ્ટાફ તેમજ મુસાફરોએ શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ત્યારે બીજા દિવસે ગુરુવારે બે દારૂડિયાઓ સ્કૂલો છૂટવાના સમયે બસ ડેપોના દરવાજે આવી પહોંચી બંને દારૂડિયાઓ હંગામો મચાવી એકબીજાને બિભસ્મ શબ્દો ઉચ્ચારી આપસમાં ઝઘડતા લોકોનું ટોળું એકઠું થવા પામ્યું હતું. જેથી એક આંતરે બસ ડેપો આગળ દારૂડિયાઓ તમાશો કરતા હોવાથી આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
ત્રાસથી લોકો તેમજ વેપારીઓ ત્રાહિમામ્
થરાદ શહેરમાં ઠેરઠેર દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી દારૂના વ્યસનીઓ થરાદ ખાતે દારૂ ઢીંચીને ભરબજારમાં તમાશો માંડતા હોય છે. જેથી લોકો તેમજ વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.થરાદ શહેરમાં દારૂ આવે છે ક્યાંથી તેતો પોલીસ જાણી શકે. દારૂડિયાના ત્રાથી લોકો પરેશાન થઈ ઊઠ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.