અકસ્માત:થરાદની ચૂંટણીમાં રસોઇનું કામ કરવા જઇ રહેલા બે બાઇક સવારને કાર ચાલકે ટક્કર મારતાં ઇજા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજા થતાં યુવકનો પગ કપાવવો પડ્યો ,કાર ચાલકે પીક અપ ડાલાને પણ ટક્કર મારી

વાવના ટડાવ ગામના બે યુવકો રસોડાનું કામ કરતા હોવાથી ચૂંટણીમાં રસોડાનું કામ હોવાથી વાવથી થરાદ તરફ બાઇક લઇને આવતા હતા. ત્યારે ગોકુળગામના પાટીયા નજીક એક કારના ચાલકે યુવકોને ટક્કર મારતાં બન્ને યુવકોના પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક યુવકનો પગ કપાવવાની નોબત આવી હતી.

થરાદમાં ચૂંટણીની કામગીરીને લઇને વાવના ટડાવ ગામના અમીરામભાઇ બ્રાહ્મણના રસોઇના રસોડાની કામગીરી કરવા માટે સુમેરસિંહ ભંવરસિંહ સાંખલા (દરબાર) તથા પ્રતાપસિંહ રાણસિંહ સાંખલા (મુળ રહે.રાઠોડો કી ઢાંણી, તા.કલ્યાણપુર, જી.બાડમેર, હાલ રહે.દિયોદર) વાવથી થરાદ તરફ જીજે-27-સીએ-9443 નંબરના બાઇક પર પાણીના સ્ટીલના ગ્લાસ લઇને આવી રહ્યા હતા. આ દરમ્યાન ગોકુળ ગામના પાટીયા નજીક જીજે-01-આરઇ-0188 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે તેમને ટક્કર મારી બંન્નેના પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આથી તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બંન્નેને ઓપરેશન કરાવવું પડ્યું હતું. જ્યારે રસોડાંની કામગીરી કરીને જીવનનિર્વાહ ચલાવતા એક વ્યક્તિને પગ કપાવવાની નોબત આવી હતી. ત્યાંથી આ કારના ચાલકે બેફામ રીતે આગળ જતાં જીજે-08-ઝેડ-3535 નંબરના પીકઅપડાલાને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ પોતાની કાર મુકીને નાસી છુટ્યો હતો. થરાદ પોલીસે માલમસિંહ ભંવરસિંહ દરબારની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બેફામ ગતિએ કાર હંકારી રહેલો ચાલક પીધેલો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...