અકસ્માત:થરાદ નજીક ટ્રક-ટ્રેલરે છકડો, રિક્ષા,બાઇક અને બોલેરોને અડફેટે લીધા : ચારને ઇજા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તો વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

થરાદ-સાંચોર હાઇવે પર બેફામ દોડેલા એક ટ્રક અને ટ્રેલરે એક સાથે ચાર વાહનોને અડફેટે લીધા હતા. આથી રિક્ષા અને છકડોમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

આરટીઓ કચેરીના જુના મકાન પાસે ગુરુવારે એક ટ્રક અને ટ્રેલરે છકડો, રિક્ષા, બાઇક અને બોલેરો ગાડીને ટક્કર મારી હતી. રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેલરે ટક્કર મારી હોવાનું જણાવ્યું હતું. જે પૈકી રિક્ષાને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. આથી રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જેમાં થરાદના અલકેશભાઇ નરેશભાઇ વણકર (ઉં.વ.આ.30) તથા નરેશભાઇ પ્રેમાભાઇ રાજપુત (ઉં.વ.આ.32) ને વધુ ઇજા હોવાથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા છકડો રિક્ષાના ઇજાગ્રસ્ત ચાલક અમરતભાઈ લગધીરભાઈ માળી (ઉં.વ.28, થરાદ મુળ રહે.બલોધણ)એ જણાવ્યું હતું કે ‘તેઓ ચારરસ્તા તરફ આવી રહ્યા હતા. આ વખતે એક ટ્રકચાલકે રિક્ષાને ટક્કર માર્યા બાદ તેમના છકડો રિક્ષાને પણ ટક્કર મારી હતી. આથી તેમનો છકડો પણ ફંગોળાયો હતો. પરિણામે ઇજા થવા પામી હતી. જ્યારે એક ટ્રકએ બાઇક અને બોલેરો કેમ્પર ગાડીને ટક્કર મારી હતી.

અન્ય સમાચારો પણ છે...