આતો કેવો ન્યાય:થરાદના આંતરોલમાં કેનાલ તૂટતાં થયેલ નુકસાનનું વળતર માંગતા ખેડૂતોને જેલમાં પુરાવવાની ધમકી

થરાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદદનીશ ઈજનેરની આપખુદ શાહી સામે ધારાસભ્યને રજૂઆત

થરાદ તાલુકાના આંતરોલના ખેડૂત પોતાના ખેતરમાં થયેલા નુકસાનનું વળતર માંગતા રીપેરીંગ કરવા આવેલા મદદનીશ ઇજનેરે જેલમાં પૂરી દેવાની ધમકી આપતા ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. આ અંગે ખેડૂત દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હતી.

થરાદ તાલુકાના આંતરોલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની નહેર વિભાગના જવાબદારોની નિષ્કાળજીના કારણે ગાબડું પડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. જોકે ત્યારબાદ ગણતરીના સમયમાં જ જેસીબી સાથે કેનાલ રિપેરિંગની કામગીરી કરવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓ પાસે પહેલાં તેમને થયેલા નુકસાનના વળતર અંગેની કામગીરી કર્યા પછી કેનાલના રીપેરીંગની કામગીરી કરવાની માંગણી કરવામાં આવી હતી. જો કે અધિકારી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ સોમવાર થવા છતાં પણ કોઇ તજવીજ હાથ ન ધરાતાં ફરીથી કેનાલ રીપેરીંગ કરવા માટે આવેલા મદદનીશ ઇજનેર ભગવાનારામ પાસે ખેડૂતે વળતરની માંગણી કરતા તેઓ રોષે ભરાયા હતા.

આ અંગે ખેડૂત મુકેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘મ.ઇ.એ તેમની પાસેથી તેઓ કેનાલની કામગીરી કરવા દેવા માંગતા નથી તેવો વિડિયો અથવા લેખિતમાં લખાણ આપવાનો આગ્રહ કર્યો હતો. જોકે તેમણે ખાલી વળતરની જ વાત કરીએ છીએ તેમ કહેતાં આ સરકારી બાબુએ વધારે રોફ જમાવતાં તેઓને જેલમાં પુરાવાની પણ ધમકી આપી હતી.

આથી ખેડૂત થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને નર્મદા વિભાગના અધિક્ષક ઈજનેર સુધી રજૂઆત કરવા માટે થરાદ દોડી આવ્યો હતો. નર્મદા વિભાગના ડી.ઇ. હર્ષ મેવાડા અને એક્ઝિક્યુટિવ ઈજનેર અજયભાઈ પટેલે આ અંગે યોગ્ય કાર્યવાહી કરાઈ રહી છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...