કામગીરી:થરાદમાં બસ સ્ટેશન પાસે બગીચો,બાળક્રિડાંગણ બનશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો નિકાલ કરવા ભુગર્ભ નાળાં નાખવાની કામગીરી હાથ ધરી

થરાદ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નગરમાં અબાલ-વૃધ્ધ સૌકોઇને માટે ઉપયોગી બની રહે તેવો બગીચો બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. જો કે તે પૂર્વે બસસ્ટેશન પાસે ગંદા પાણીનું તળાવ હોવાના કારણે તેના પાણીનો નિકાલ કરવા ભુગર્ભ નાળાં નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

થરાદ નગરપાલિકાના તાજેતરમાં નિમાયેલા બીજી ટર્મના શાસકોએ અઢી વર્ષમાં નગરના બસસ્ટેશન પાસે બગીચો અને બાળક્રિડાંગણ બનાવવાનું આયોજન કર્યું છે. જો કે તે માટે બસસ્ટેશન પાસેનું વર્ષો જુનું ગંદાપાણીનું તળાવ મુશ્કેલીરૂપ બની રહ્યું છે. આથી નગરપાલિકા દ્વારા તળાવનું પાણી ઉલેચવા માટે ભુગર્ભ નાળાં નાંખવાની કામગીરી હાથ ધરી છે.

આ અંગે પાલિકાના ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુતે જણાવ્યું હતું કે ‘ચારેબાજુ સીસી કંપાઉન્ડ વૉલ અને નાળાંની કામગીરી હાથ ધરી છે. નાળાંની કામગીરી દસ અને વૉલની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરી દેવાશે.’ જ્યારે નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાએ જણાવ્યું હતું કે ‘બસસ્ટેશન તળાવનું પાણીનો પિંપળીયા તળાવ અને ત્યાંથી શિવનગર તળાવમાં નિકાલ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...