આપઘાત:થરાદના ઘંટીયાળીના યુવકે પરિવારને જાણ કરી નર્મદા નહેરમાં ઝંપલાવ્યું

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેનાલમાંથી યુવકની લાશ મળી. - Divya Bhaskar
કેનાલમાંથી યુવકની લાશ મળી.
  • બીજા દિવસ સવારે યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો

થરાદ તાલુકાના ઘંટીયાળી ગામના એક યુવકે પરિવારને જાણ કરીને નર્મદાની નહેરમાં ઝંપલાવતાં ચકચાર પ્રસરી હતી. બીજા દિવસે શોધખોળ બાદ તેનો મૃતદેહ નગરપાલિકાના તરવૈયાએ શોધી કાઢ્યો હતો.ઘંટીયાળી ગામના ભાટિયા સેધાભાઈ કાળાભાઈ (ઉં.વ 35) ગુરુવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે પોતાના પરિવારને મોબાઈલથી નર્મદા નહેરમાં પડતો હોવાની જાણ કરી હતી.

આથી પરિવારે આખી રાત શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ મળી ન હતી. આથી શુક્રવારે બપોરે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરી હતી. એકાદ કલાકની જહેમત બાદ ચારેક વાગ્યાના સુમારે નર્મદા નહેરમાં રહેલા ઘાસમાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.અને તેના પરિવારજનોને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક ગુમ થવા અંગેની થરાદ વાવ પોલીસ મથકમાં જાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે મૃતક ભાટિયા સેધાભાઈ કાળાભાઈને ત્રણ સંતાનો હતા.

અન્ય સમાચારો પણ છે...