આરોગ્ય વિભાગની બેદરકારી:9 મહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને વેક્સિનનો બીજા ડોઝનો મેસેજ આવ્યો

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખણીના મડાલના આરોગ્ય વિભાગે છબરડો કરતાં તપાસની માંગ ઉઠી

લાખણી તાલુકા પંચાયતના ડેલીગેટના માતાના અવસાનને નવ મહિના થયા હોવા છતાં પણ આરોગ્ય વિભાગમાંથી તેમને વેક્સિનના બીજા ડોઝનો મેસેજ આવતાં અનેક ચર્ચાઓ ઉઠી હતી. તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા આ અંગે તપાસ કરવાની માંગ પણ કરાઇ હતી.

લાખણી તાલુકાના મડાલ ગામના વતની અને તાલુકા પંચાયતના સદસ્ય વેલાભાઈ ભેમાજી પટેલના માતાના હીરાબેનનું ગત તા.31 માર્ચ 2021ના રોજ (નવ મહિના પહેલાં) અવસાન થયું હતું. તેમ છતાં પણ તેમના મોબાઇલમાં વેક્સિનનો બીજો ડોઝ તા. 4 માર્ચ 2020 ના રોજ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો. આથી તેઓ ચોંકી ઊઠયા હતા.જોકે તેમણે આ અંગે આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરતા તેમના માતાને કોરોના વ્યક્તિનો બીજો ડોઝ અપાયો હોવાનું ડોક્યુમેન્ટ પરથી પ્રતિત થતું હતું.

આથી તેમણે તાલુકા પંચાયત વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારી અને છબરડા અંગે તપાસની પણ માંગણી કરી હતી. બીજી બાજુ આરોગ્ય કર્મીઓ દ્વારા નંબર નાંખવામાં ભુલ થઇ હશે અથવા તો પછી આરોગ્ય વિભાગ સફળતાપુર્ણ વેક્સિનેશનનો આંકડા દર્શાવવા (ટાર્ગેટ પુર્ણ કરવા) માટે આવી રીતે કામગીરી કરતા હશે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...