હાલાકી:થરાદની મુખ્ય બજારમાં આવેલું SBIનું મકાન જર્જરિત હાલતમાં

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની નોટિસ છતાં પણ બેંકની અવગણનાથી રોષ

થરાદના ચાચરચોક મુખ્ય બજારમાં વર્ષોથી SBIની મુખ્ય શાખાના મકાનની જર્જરિત હાલતના કારણે પોપડાં ખરી પડતાં હાઇવે પર નવા બિલ્ડીંગમાં સ્થળાંતરીત કરાઇ હતી. પરંતુ તેમાં બેંકની સાધનસામગ્રી રહેલી હોવાથી તેનો કબજો હજુ બેંક પાસે હોવાથી મકાન માલિક કોઇ કાર્યવાહી કરી શકતા નથી.

થરાદના હાર્દસમા મુખ્ય રાજમાર્ગ પર એસબીઆઇ બેંકનું જર્જરિત મકાન આવેલું હોવાના કારણે ગમે ત્યારે ધરાશયી થવાની દહેશતના કારણે રાહદારીઓ અને આજુબાજુના વેપારીઓ ભય સાથે ફફડાટમાં રાચી રહ્યા છે. આ મકાન છ મહિના પહેલાં ગોદાવરીબેન ધુડાલાલ સોનીએ ખરીદતાં થરાદ પાલિકા દ્વારા તેમને નોટિસ આપવામાં આવી રહી છે. જેમાં મુખ્યબજારમાં આવેલું તેમની માલિકીનું મકાન જર્જરિત અસુરક્ષિત જણાતાં બજારમાં ખરીદી કરવા આવતા લોકો કે અહીં રહેતા લોકો કે રાહદારીઓ માટે જોખમરૂપ બની શકે તેમ છે. આથી તેને ત્વરાએ રિપેર કરવા કે જર્જરિત ભાગને દુર કરી જોખમ રહિત કરવા જણાવવામાં આવે છે. જો તેમ નહી કરાય તો મકાનને કારણે કોઇપણ વ્યક્તિના જાનમાલને નુકશાન થશે તો તેની જવાબદારી તેમની રહેશે તેવી તાકીદ કરવામાં આવી રહી છે. ત્યારે ગોદાવરીબેન ધુડાલાલ સોનીની રજુઆતને પગલે નાયબ કલેક્ટર દ્વારા જર્જરિત મકાન ખાલી કરવાની સુચના આપવામાં આવી છતાં પણ બેંકના પેટનું પાણી પણ હાલ્યું ન હોઇ અવરજવર કરતા પ્રજાજનો અને આજુબાજુના વેપારીઓમાં ભય સાથે રોષની લાગણી સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...