સર્વાનુમતે ઠરાવ:થરાદના માર્ગનું સ્વ.હેમાજી દરગાજી રાજપુત નામાકરણ થશે

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ ધારાસભ્યનું સ્ટેચ્યુ મુકવાનો ઠરાવ કરાયો

થરાદ પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ગુરુવારે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં નગરમાં વિવિધ વિકાસ કામો અંગેની સરકારની વિવિધ ગ્રાન્ટો અન્વયે વિકાસ કામો નક્કી કરવાની ચર્ચા કરવામાં આવી હતી. સદસ્યોએ તેમના વિસ્તારમાં કામોની માંગણી કરી હતી.તેમજ માર્ગનું નામ માજી ધારાસભ્ય સ્વ.હેમાજી દરગાજી રાજપુત રાખવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

પ્રમુખ જાનકીબેન ઓઝાની અધ્યક્ષતામાં ગુરુવારે પાલિકાની સામાન્યસભા મળી હતી. આ અંગે સદસ્ય દિપક ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતે જણાવ્યું હતું કે આજની બેઠકમાં થરાદ-વાવ હાઇવેથી નગરમાં પ્રવેશવાના માર્ગ અને મકાન વિભાગના દરવાજાથી તાલુકા પંચાયત સુધીના રસ્તાનું નામાકરણ માજી ધારાસભ્ય સ્વ.હેમાજી દરગાજી રાજપુત રાખવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. તદુપરાંત નગરના સુભાષ કોમ્પલેક્ષ પાસે જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાની છે, તેમની બાજુમાં જ સ્વ.હેમાજી રાજપુતનું સ્ટેચ્યુ લોકફાળાથી મુકવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે સદસ્યોએ તેમના વિસ્તારમાં કરવાનાં વિકાસ કામોની માંગણી કરી હતી. આથી સત્તાપક્ષ દ્વારા થરાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર લાઈનની કામગીરીનું સરકારની વિવિધ ગ્રાંટ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. નગર પાલિકાની બેઠકમાં ચીફ ઓફિસર પંકજ બારોટ, પુર્વ પાલિકા પ્રમુખ લવજીભાઈ વાણીયા, શહેર ભાજપ મંત્રી જેહાભાઇ હડીયલ, પુર્વ કારોબારી ચેરમેન અર્જુનસિંહ વાઘેલા, પુર્વ ઉપપ્રમુખ ચોથાજી રબારી સહિત 21 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...