આયોજન:લુણાલમાં શ્રીનકળંગ ભગવાનની પુનઃપ્રાણપ્રતિષ્ઠા યોજાશે

થરાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લુણાલમાં શ્રીનકળંગ ભગવાનનું અંદાજીત છ કરોડના ખર્ચે ભવ્ય મંદિર પુન: નિર્માણ કરાયું છે. જેનો ત્રિદિવસીય મહોત્સવનો બુધવારથી પ્રારંભ થશે. જ્યારે શુક્રવારે વિજયમુહૂર્તે ભગવાનની નિજ મંદિરમાં પુન:પ્રાણપ્રતિષ્ઠા થશે.થરાદના લુણાલમાં શ્રીનકળંગ (ઠાકર) મહારાજનું પાંચ પેઢી પુરાણું મંદિર આવેલું છે. જે 2002ના ભુકંપ તેમજ 2015ના પુરથી ક્ષતિગ્રસ્ત થયું હતું. આ મંદિરમાં દર અજવાળી બીજ ઉપરાંત ભાઇબીજના દિવસે ભવ્ય પરંપરાગત લોકમેળો યોજાતો હોય છે.

સમસ્ત લુણાલના ગ્રામજનો અને ભાવિકભક્તો દ્વારા અંદાજીત પાંચથી છ કરોડના માતબાર ખર્ચથી છેલ્લા પાંચ વર્ષથી નવું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. જે તૈયાર થઇ જતાં તેના ત્રિદિવસીય પુનઃપ્રતિષ્ઠામહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રતિષ્ઠાચાર્ય વાસુદેવભાઇ શાસ્ત્રીના માર્ગદર્શન મુજબ 6 ઓક્ટોબરને બુધવારના દિવસે પ્રારંભ થશે.

જ્યારે 8 ઓક્ટોબરને આસો સુદ-2 ને શુક્રવારના દિવસે વિજયમુહૂર્તે ભગવાનની નિજ મંદિરમાં પધરામણી સાથે પુનઃપ્રાણપ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે ગામના અને આજુબાજુના ભાવિકભક્ત દાતાઓ દ્વારા ભગવાનના 11 કુંડી યજ્ઞ અને વિવિધ પ્રસંગોના ચઢાવાઓ પણ લેવામાં આવ્યા હતા. મહોત્સવને અનુલક્ષીને ભગવાનના મંદીર અને ગામને પણ રોશની અને ધ્વજાપતાકાઓથી શણગારવામાં આવ્યું છે.

કયા દિવસ કયો પ્રોગ્રામ
- બુધવારે જળયાત્રા,ઠાકરજાપ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત,મંડપપ્રવેશ.
- ગુરુવારે સ્થાપિત દેવતાપુજન, હવન હોમ, વિષ્ણુયજ્ઞ
- શુક્રવારે પ્રતિષ્ઠા, શોભાયાત્રા અને વધામણાં સહિત કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે મહાપ્રસાદ અને ફુલેચુંદડી સહિત કાર્યક્રમો યોજાશે. તેમજ અનેક સાધુ,સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહીને આર્શિવચન પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...