કાર્યવાહી:થરાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

થરાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ નગરપાલિકામાં ગુરુવારે બપોરે 12-39 કલાકે લાભ ચોઘડિયે ભુદેવના મંત્રોચ્ચાર વિધિવિધાન સાથે પ્રમુખ જાનકીબેન ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતે પાલિકાનો ચાર્જ સાંભળ્યો હતો. બીજા ટર્મની અઢી વર્ષ માટે પાલિકાની સતા ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લેતાં કોંગ્રેસી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ઉત્સાહ સાથે પ્રમુખ ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે થરાદ કોંગ્રી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસના અગ્રણી ડી.ડી.રાજપૂત, જિલ્લા પંચાયતના સદસ્ય અમીરામભાઈ આસલ, થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આંબાભાઈ સોલંકી, થરાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બચુશા બાનવા સહિતના તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી પ્રમુખ ઉપપ્રમુખને ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...