ખેડુતોમાં રોષ:થરાદના ઘેસડામાં વળતર આપ્યા વગર સીપુ પાઇપલાઇનની કામગીરી કરતાં અટકાવાઈ

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વળતર આપ્યા વગર ખેડુતોના પાકને નુકસાન કરી જોહુકમીને લઇને ખેડુતોમાં રોષ

થરાદ પંથકમાંથી પસાર થતી સીપુ યોજનાની પાઈપલાઈનની કામગીરીનું વળતર આપ્યા વગર બળજબરીપુર્વક ખેતરોમાં પાઇપ નાંખીને ઉભા પાકને નુકશાન કરતાં હોઇ થરાદના ઘેસડા ગામના બે ખેડુતોએ કામગીરી અટકાવી દીધી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા થરાદના મહાજનપુરા ગામથી લોખંડની મોટી એમ.એસ.પાઇપ લાઇનો નાખવાની કામગીરી હાથ ધરી છે. જે થરાદ પંથકના ખેડુતોના ખેતરોમાંથી પસાર થઈ રહી હોવા છતાં પણ ખેડુતોને તેમના પાકનું વળતર ન અપાતું હોવાની ફરિયાદો ઉઠી છે. થરાદના ઘેસડાના ગામના ખેડુત કરસનભાઈ પટેલ અને સુરેશભાઈ નાઇએ વળતરના મુદ્દે છેલ્લા 20 દિવસથી કામગીરી પણ અટકાવી દીધી છે. આ અંગે ખેડુત કરસનભાઈએ જણાવ્યું હતું કે ‘બે વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ખેતરમાં ઉભા પાકમાં વાહનો ફેરવીને પાકનો સોથ વાળી દીધો હતો.

છતાં પણ વળતર આપ્યું ન હતું. તેમજ તેમના ખેતરમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેટલા ઉંડા ખાડા ખોધ્યા બાદ પુર્યા ન હતા. હવે ફરીથી રાયડાના ઉભા પાકમાં પાઇપલાઇનો નાખવા માટે આવી રહ્યા છે. અગાઉ થયેલા નુકસાનનું વળતર માંગી રહ્યા હોવા છતાં પણ તે આપ્યું નથી. સીપુ યોજનાના જવાબદાર કર્મચારીઓ દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે. જેને લઇને ખેડુતોમાં ભારે રોષની લાગણી પ્રસરી રહી છે. }વિષ્ણુ દવે

અન્ય સમાચારો પણ છે...