તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપ:રડકા દૂધ મંડળીના મંત્રી-ચેરમેન ભ્રષ્ટાચાર કરતા હોવાનો દૂધ ઉત્પાદકોએ આક્ષેપ કર્યો

થરાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડેરીમાં સરકારી ઓડિટ કરાવવાની દૂધ ઉત્પાદકોની માગણી
 • અઠવાડિયામાં તપાસ નહીં કરાય આવે તો સખત વિરોધ દર્શાવી દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનું બંધ કરી મંડળીને તાળાં મારવાની ચીમકી

થરાદના રડકા ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી-ચેરમેન સાથે મળી હિસાબોમાં ગોટાળા કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાથી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરાઈ છે.

દૂધ ઉત્પાદક સહકારી મંડળી રડકા ખાતે 1998 થી મંત્રી તરીકે ફરજ બજાવતા ગમનાભાઈ અજાભાઈ પટેલ તેમજ ચેરમેન નાગજીભાઈ રામજીભાઈ પટેલ સામે ગામના દૂધ ઉત્પાદકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં મંત્રી સહિત ચેરમેન બંને સાથે મળી તેઓના કુટુંબીજનોના નામે એકાઉન્ટ બનાવી ખોટી રીતે દૂધ ઉધારવામાં આવી રહ્યું છે. જેનો પગાર તેમજ વધારો મેળવી મોટું કૌભાંડ કરી રહ્યા છે. જેમાં ગ્રામજનો વતી અરજદાર લગધીરાભાઈ ભગાભાઈ પટેલે લેખિત અરજીઓ કરી જણાવ્યું હતું કે ‘દૂધ ઉત્પાદકો દૂધ ભરાવવા મંડળીમાં આવતા હોય છે ત્યારે દૂધ ઉત્પાદકોના દૂધનું સેમ્પલ લેવામાં આવતું હોય છે. જે સેમ્પલ કરતાં વધુ પ્રમાણમાં દૂધ લઈ મંત્રી-ચેરમેનના પરિવારોના ખોટા બનાવેલા એકાઉન્ટમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને પુરા પ્રમાણમાં ફેટ આપવામાં આવતા નથી તેમજ દર પંદર દિવસે થતો દૂધ પગાર તેમજ વધારો આપવામાં ઘટાડો કરી દૂધ ઉત્પાદકોને આપવામાં આવી રહ્યો છે.

આ બાબતે મંત્રીને મૌખિક કહેવા જતાં મંત્રીએ કહ્યું કે હું ખોટું કરતો નથી તમારે જ્યાં પણ રજૂઆત કરવી હોય ત્યાં કરી દેજો મારે કોઈ ફરક નહિ પડે. આમ દૂધ ઉત્પાદકો સાથે ખોટી રીતે વર્તન કરતા હોવાથી દૂધ ઉત્પાદકોએ મંડળીના હિસાબોના સરકારી ઓડિટ કરાવવાની માંગણી સાથે મંત્રી તેમજ ચેરમેન સામે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની નોંધણી કચેરી પાલનપુરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો અઠવાડિયામાં તપાસ કરવામાં નહીં આવે તો તમામ દૂધ ઉત્પાદકો સખત વિરોધ દર્શાવી દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનું બંધ કરી મંડળીને તાળા મારવાનો વારો આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

દૂધ ઉત્પાદક સહકારી મંડળી સેન્ટરના વિસ્તરણ અધિકારી જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘અરજદારોએ રડકા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સરકારી ઓડિટ કરાવવાની માંગણી કરી છે. જેથી અમો પણ મંત્રીને સરકારી ઓડિટ કરાવી તેનો રિપોર્ટ માંગ્યો છે. જેમાં કોરોના લોકડાઉન સમયે 26 જુલાઈના રોજ ઓનલાઈન સાધારણ સભા બોલાવી હતી. જેમાં દૂધ મંડળીના ગ્રાહકોએ કોઈપણ પ્રકારના પ્રશ્નો કર્યા ન હતા.’

ખોટા આક્ષેપો કરી રહ્યા છે:મંત્રી
મંત્રી ગમનાભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ગામના અમુક લોકો મારી સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. અમારી દૂધ મંડળીમાં 300 થી વધુ દૂધ ઉત્પાદકો છે. જેમાં સવાર-સાંજ થઈ બે ટંકનું 5200 લીટર જેટલું દૂધ હાલમાં આવે છે. મને મંત્રી તરીકે ઘણો સમય થયો છે. આથી અગાઉની સાધારણ સભામાં જાહેરમાં કહ્યું હતું કે જેને પણ દૂધ મંડળીમાં મંત્રી તરીકે રહેવું હોય તે રહી શકે તેમ છે હું સ્વેચ્છાએ રાજીનામું આપવા તૈયાર છું પરંતુ એ સમયે કોઈ બોલ્યું ન હતું. જેથી અમુક લોકો ખોટા આક્ષેપો કરી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો