કા​​​​​​​ર્યવાહી:પત્નીના પ્રેમી સાથેના આડાસબંધમાં પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

થરાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘોડાસરમાં યુવકે પંદર દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી
  • થરાદ પોલીસમાં પત્ની અને પ્રેમી સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

થરાદના ઘોડાસર ગામમાં એક યુવકે પંદરેક દિવસ પહેલાં પોતાના જ ઘરમાં લુંગી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જોકે ઘરમાં પત્નીની હાજરી હોવા છતાં પણ અઘટિત ઘટના ઘટતાં અનેક શંકા-કુશંકાઓ પણ ઉભી થવા પામી હતી.જે સાચી પડતાં દંપતીના લગ્નજીવનમાંપત્ની અને તેણીનો પ્રેમી મોતનું કારણ બનતાં પોલીસે બંન્ને સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદના ઘોડાસર ગામના 30 વર્ષીય વસાભાઇ વગતાભાઈ પ્રજાપતિએ તેમના ઓરડાની વચ્ચે આવેલા નાટને લુંગી સાથે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી.આથી મૃતક યુવકના સંબંધીઓએ આ ઘટના અંગે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપો કરતાં થરાદ પોલીસે મૃતકનું પેનલથી પી.એમ. કરાવ્યું હતું. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક વસાભાઇની પત્ની અરૂણાબેનને ભાવેશભાઇ દિનેશભાઇ નાઇ રહે.લખાપરા તા.થરાદ સાથે આડાસંબંધ હતા.આથી પત્ની શરીર સંબંધ રાખવાની પણ ના પાડતી હતી.તેમજ રાત્રે તેની સાથે ઉંઘતી પણ ન હતી.

આથી બંન્ને વચ્ચે ઝગડો થતાં તેણી પિયર જતી રહી હતી. ત્યારબાદ તેણીનું સમાજ રાહે સમાધાન પણ કરાવ્યું હતું.તેમ છતાં પણ બંન્ને વચ્ચે અણબનાવ અને ઝગડા ચાલુ રહ્યા હતા. આખરે ગમગીની અને બેચેનીના કારણે પત્નીના ખરાબ ચારિત્રથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું હતું.

પત્ની પતિના ફોન પર પણ અવારનવાર પ્રેમી સાથે વાત કરતી હતી.અને અરુણાનો પ્રેમી ભાવેશ પણ તેને અવારનવાર હેરાન પરેશાન કરતો હોવાનું મૃતકના ભાઇ વિહાભાઇ વગતાજી પ્રજાપતિ (રહે.ઘોડાસર તા.થરાદે) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આથી પોલીસે આઇપીસી કલમ 306,114 મુજબ મૃતકની પત્નિ અરૂણાબેન અને તેણીના પ્રેમી ભાવેશભાઇ નાઇ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...