તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પિતા માનસિક અસ્થિર, માતાએ પુત્રને સૈનિક બનાવ્યો

થરાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થરાદનો જવાન વતનમાં પરત આવતાં સામૈયુ કરાયું

થરાદના શિવનગરમાં માતાએ પેટે પાટા બાંધી તેમના પુત્રને લશ્કરમાં જવાન બનાવ્યો હતો. જે માદરે વતન પરત આવતાં ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતુ. 1971 માં ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થતાં પાકિસ્તાનના નગર પારકરમાં રહેતા ઓમપુરી ભીમપુરી ગોસ્વામીનો પરિવાર થરાદના શિવનગરમાં આવીને વસ્યો હતો. કરણપુરા ખાતે રહેતાં પાકિસ્તાની ગોસ્વામી પરિવારમાં કમળાબેન સાથે લગ્ન થયા હતા.

પિતા ઓમપુરી કોઈ કારણોસર અચાનક અસ્થિર મગજના થઇ ગયા હતા. જેમને સાંકળથી બાંધીને રાખવા પડતાં હતા. આવી સ્થિતિમાં કમળાબેને પેટે પાટા બાંધી ત્રણેય સંતાનોને ભણાવ્યા હતા. જેમાં સ્કૂલમાં શિક્ષકોએ લક્ષ્મણપુરીને મદદ કરતાં તેઓ સ્પોટ કલબ ગુજરાતના માધ્યમથી ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. દરમિયાન બુધવારે લક્ષ્મણપુરી 20 વર્ષની ઉંમરે માદરે વતન થરાદ ના શિવનગર ખાતે પરત આવતાં તેમનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતુ.

પિતા અને પુત્રના મિલન સમયે હર્ષના આંસુ વહ્યા
લક્ષ્મણપુરી ગોસ્વામી શિવનગર ખાતે આવી પહોંચતાં બહેન કવિતાએ માથા પર સામૈયું કરી વધાવ્યો હતો. જે પછી નકલંગ ભગવાન, હનુમાન મંદિર, મોમાઈ માતાજી મંદિરોના દર્શન કરી ફૂટપાથ પર બેઠેલા પિતા ઓમપુરીને પગે લાગી નમન કર્યા હતા. પિતા- પુત્રના મિલન વખતે હર્ષના આંસુ વહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો