તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ:ચોરીની લાઇવ ઘટના જોતા જ કર્મચારીને જાણ કરતાં એટીએમ તૂટતાં બચી ગયું

થરાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થરાદ એ. યુ. ફાયનાન્સ બેંકના એટીએમ ચોરીનો પ્રયાસ

થરાદ હાઇવે પર આવેલ કોમ્પલેક્ષમાં એ.યુ.ફાયનાન્સ બેન્કના એટીએમને 15 જાન્યુઆરીના રોજ એક શખ્સ તોડી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ઘટના વડી કચેરીએ લાઇવ સીસીટીવી કેમેરામાં કેદ થતાં તુરંત જ થરાદના બેન્ક કર્મચારીઓને જાણ કરાતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં કોઇ જોવા મળ્યું નહતું. એટીએમનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. આ અંગેની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઇ છે.

થરાદ હાઇવે પર આવેલા અમર કોમ્પલેક્ષમાં એ.યુ.ફાયનાન્સ બેન્ક આવેલી છે. જે શાખાનું એટીએમ આવેલું છે. જેમાં રૂમના દરવાજાનું શટર રાત દિવસ એટલે ચોવીસ કલાક ખુલ્લું રહેતું હોવાથી 15 જાન્યુઆરીના રોજ વહેલા ચાર વાગ્યાની આસપાસ કોઈ શખ્સ એટીએમમાં ચોરી કરવાના ઇરાદે મશીનનો દરવાજો તોડી રહ્યો હતો. ઘટના વડી શાખામાં લાઈવ સીસીટીવી કેમેરામાં જણાઈ આવતાં જયપુર ખાતે આવેલી શાખા દ્વારા ડેપ્યુટી મેનેજર ચિરાગભાઈ જોશી (રહે. ડીસા) ને જાણ કરી હતી.

જેમણે બેન્ક મેનેજર ગુલાબભાઈ ભીમારામ ત્રિવેદી (રહે. ઘરણીધર સોસાયટી.થરાદ) ને જાણ કરી હતી અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, ત્યાં કોઇ જણાયું ન હતુ. જોકે, એટીએમનો મુખ્ય દરવાજો તોડી નાખી તેની પાછળનું કી બોર્ડ કેમેરો તેમજ એટીએમના સેન્સરને નુકશાન કર્યું હતું. આ અંગે બેન્ક મેનેજર ગુલાબભાઈ ત્રિવેદીએ એક મહિના બાદ અજાણ્યા ઈસમ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો