લોકડાઉન:ખોડા ચેકપોસ્ટ પરથી રૂ.4.57 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે ચાલક ઝડપાયો, દારૂ ગાંધીધામ ખાતે લઇ જવાતો હોવાનું ખૂલ્યું

થરાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદના ખોડા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે ચોરખાનામાં દારૂ ભરેલી આઇશર મીની ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. થરાદ પોલીસે આઇશરમાંથી 1306 બોટલો દારૂ કિંમત રૂ. 4.57 તથા આઇશર મીની ટ્રક મળી કુલ રૂ. 14.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના ખોડા ચેકપોસ્ટ ઉપર શુક્રવારેઅલગ-અલગ વિસ્તારની પોલીસ ચેકીંગમાં હતી. ત્યારે સાંચોર તરફથી આવી રહેલ આઇશર મીની ટ્રક જીજે-04-એક્સ-8435ને પોલીસ કર્મીઓએ રોકાવી તપાસ કરતાં આઇશર મીની ટ્રકના પાછળના ભાગે ચોરખાનું જણાઇ આવતાં તેની અંદરના ભાગેતપાસ કરતાં પરપ્રાંતીય દારૂની પેટીઓ તેમજ છૂટી બોટલો મળી આવતાં થરાદ પોલીસ મથકે જાણ કરાતાં ખોડા આઉટ પોલીસ મથકના પોલીસ કર્મીઓ પહોંચી ઝડપાયેલ આઇશર મીની ટ્રક તેમજ ચાલકને પોલીસ મથકે લાવી દારૂની પેટીઓ નંગ-101 તથા છુટી બોટલો નંગ-94 મળી કુલ બોટલો નંગ-1306 કિંમત 4,57,100તથા આઇસર મીની ટ્રક કિંમત 10,00,000 તેમજ મોબાઈલ કિંમત 1000 મળી કુલ રૂ.14,59,900 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આઇશરચાલક સ્વરૂપારામ અમરારામ જાટ (ધતરવાલ) (ઉં.વ.22,રહે.ખારીયા કિતા પંચાયત-સેતરાઉ,તા.રામસર, જી.બાડમેર-રાજસ્થાન) એ દારૂ ચંદીગઢ-પંજાબ ખાતેથી લાવી ગાંધીધામ ખાતે રધુભા બાપુએ મંગાવેલ હોવાનું જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...