તપાસ:લાખણીના ગોળીયા ગામના યુવકનો મૃતદેહ થરાદની નહેરમાંથી મળ્યો

થરાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતકના ખિસ્સામાંથી મળેલા ડૉક્યુમેન્ટના આધારે ઓળખ થઈ

થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી શનિવારની સવારો લાખણીના યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચવા પામી હતી. શનિવારની સવારના સુમારે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં એક શખસનો મૃતદેહ તણાઇને તરતો જઇ રહ્યો હતો. જેને રાહદારીઓએ જોઇ જતાં નગરપાલિકાના તરવૈયા સુલતાનમીરને જાણ કરવામાં આવી હતી. આથી તરવૈયાની ટીમ દ્વાર મૃતદેહ અટકાવીને બહાર કાઢ્યો હતો. અને તેના ખિસ્સામાં તપાસ કરતાં મળેલા ડોક્યુમેન્ટના આધારે મૃતક લાખણી તાલુકા નવા ગોળીયા અરજણભાઈ દેવાભાઈ ચૌધરી (ઉ.વ.29) હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે થરાદ પોલીસને જાણ કરાઈ હતી. જો કે પોલીસે આ બનાવ અંગે પોલીસ દફતરે કોઇ નોંધ નહી હોવાનું ટેલિફોનિક વાતચિતમાં પીએસઓ આયદાનભાઇએ જણાવ્યું હતું. બીજી બાજુ મૃતક યુવક કેનાલમાં કેમ અને કઇ રીતે પડ્યો હશે તેને લઇને તર્કવિતર્ક વહેતા થયા હતા.યુવક ગુરુવારે દિવસથી ગુમ હોવાનું અને સાંચોર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેનો મૃતદેહ થરાદના ચુડમેર અને મહાજનપુરા પુલ વચ્ચેથી બહાર કઢાયો હતો.

અન્ય સમાચારો પણ છે...