તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ:થરાદની કેનાલમાંથી પરપ્રાંતિય આધેડનો મૃતદેહ મળતાં ચકચાર

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઓળખ કરી પરિવારની શોધખોળ હાથ ધરી

થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાંથી વધુ એક આધેડનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચવા પામી હતી. ઘટનાને લઇને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ તરતો જઇ રહ્યો હોવાની જાણ નગરપાલિકાની ટીમને કરાઇ હતી.

આથી ફાયરટીમના વિરમજી રાઠોડ, લાખાજી રાજપુત, ધનજીભાઈ પ્રજાપતિ તેમજ તરવૈયા સુલતાન મીરે દોડી જઇ મૃતદેહ બહાર કાઢી ખિસ્સામાંથી મળેલા પુરાવાઓના આધારે ઓળખ શરૂ કરી હતી. દરમિયાન તે સોહનસિંહ ગુરુમુખસિંહ (હાલ રહે. કૃષ્ણાનગર સોસાયટી,થરાદ, મુળ રહે.પંજાબ) હોવાનું જાણવા મળ્યું હતું. આથી દોડી આવેલા તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...