સરકારી ફરજમાં રૂકાવટ:થરાદ તાલુકો સુધરી ગયેલ છે, અમે ગુલામ નથી તમે ગામમાંથી નીકળી જાઓ તેમ કહી પેમ્ફલેટ ફેંકી દીધાં

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદના દીપડામાં સરપંચપતિ સામે સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ
  • હાઇકોર્ટના આદેશથી ગયેલી કાનુની સેવા સમિતિની ટીમને અપશબ્દો બોલ્યા

થરાદના દીપડામાં સરપંચપતિ સામે સરકારી ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ થઈ છે. અહીં હાઇકોર્ટના આદેશથી ગયેલી કાનુની સેવા સમિતીની ટીમને સરપંચ પતિએ અપશબ્દો બોલી પેમ્ફલેટ ફેંકી દેતા સ્ટાફ સ્તબ્ધ બની ગયો હતો. જે બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી. થરાદની પ્રિન્સીપાલ સિનીયર સિવિલ કોર્ટ અને તાલુકા કાનુની સેવા સમિતીમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મોહનભાઇ માળી આઝાદીકા અમૃતમહોત્સવ અંતર્ગત ટીમ સાથે થરાદના દીપડા ગામમાં મફત સલાહ અને જાગૃતિ કામગીરી માટે ગયેલ હતા.

જેઓ ડોરટુડોર વિઝીટ કરતાં કરતાં સાંજના પાંચ વાગ્યે પંચાયત ઓફીસે તપાસ કરતાં સરપંચ કે તલાટી હાજર નહી મળતાં સરપંચના ઘેર ગયા હતા. જ્યાં સરપંચ ગોમતીબેનના પુત્રને પુછતાં તેણે સરપંચનો વહીવટ કરતા બિજલાભાઇને ફોન આપતાં કાનુની સેવા સમિતી વિશે સમજાવતાં તેમણે ઉદ્ધતાઇથી વાત કરી હતી.આથી તેમને ઘરે રૂબરુ વાત કરવા બોલાવતાં ઘરે આવ્યા બાદ પત્ની સરપંચ છે,પરંતુ બધુ સરપંચનું કામ પોતે કરતા હોવાનું જણાવી અપશબ્દો બોલ્યા હતા.થરાદ તાલુકો બહુ સુધરી ગયેલ છે.

અમે તમારા ગુલામ નથી અને તમે કહો તેમ કરવા વાળા નથી અમે સ્વતંત્ર છીએ તમો લોકો અમારા ગામમાંથી નિકળી જાઓ તેમ કહીને તેમના પેમ્ફલેટ લઇને પણ ફેંકી દીધાં હતાં.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી હુમલાના ભયથી ફફડેલા કર્મચારીઓ ભયભીત થઇને ત્યાંથી નિકળી ગયા હતા. અને પંચાયત ઓફીસે આવી બનાવની ટેલિફોનિક વાત તલાટી, થરાદ તાલુકાના કાનુની સેવા સમિતીના ચેરમન અને ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં જાણ કરી હતી.

​​​​​​​મંગળવારે કોર્ટની મૌખિક સુચનાથી થરાદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરપંચ પતિ બિજલાભાઇ સામે સરકારી કામકાજની ફરજમાં રૂકાવટ અને કર્મચારીઓને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી બદલ આઇપીસી કલમ 186, 294(b), 506(2) મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...