તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં ખુશી:સારા ભાવ મળતાં થરાદ માર્કેટયાર્ડ દાડમથી ઉભરાયું, દાડમના કિલોના 50થી વધુના ભાવે વેચાણ થતાં ખેડૂતોમાં ખુશી

થરાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
થરાદ યાર્ડમાં ખેડૂતો દાડમના ટ્રેકટર ભરી આવતાં ઉભરાયું. - Divya Bhaskar
થરાદ યાર્ડમાં ખેડૂતો દાડમના ટ્રેકટર ભરી આવતાં ઉભરાયું.

થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટ ખાતે આ વર્ષે શરૂઆતમાં દાડમના ભાવ સારા રહેતાં ખેડૂતો મોટા પ્રમાણમાં ટ્રેકટર ટોલીમાં દાડમ ભરી વેચાણ કરવા ઉમટી પડતાં ફ્રૂટ માર્કેટ ઉભરાયું હતું. દાડમ કિલોના 50થી વધુના ભાવે વેચાણ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ગત વર્ષના કરતાં આ વર્ષે દાડમના ભાવ શરૂઆતથી કિલોએ 50થી 60 રૂપિયાના ભાવે હરાજી થતાં ખેડૂતોને ઓછા ઉત્પાદનમાં સારી આવક મળી રહી છે. જેમાં થરાદ તાલુકામાંથી બાગાયતી ખેતી કરતા ખેડૂત દાડમના ટ્રેકટર ટોલીમાં ભરી માર્કેટયાર્ડમાં વેચાણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને લઇ માર્કેટયાર્ડ ઉભરાયું હતું. આ અંગે એપીએમસી ડિરેકટર જેતસિંભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ગત વર્ષે બાગાયતી ખેતીમાં દાડમનું ઉત્પાદન વધુ હોવાના કારણે ખેડૂતોને દાડમના કિલોએ રૂપિયા 30 થી 40ના ભાવ મળ્યા હતા. જ્યારે આ વર્ષે પછોતરો વરસાદ પડવાથી દાડમનું ઉત્પાદન જોઈએ તેટલું ન મળતાં વેપારીઓની માંગના કારણે આ વર્ષે દાડમના ભાવમાં તેજી જોવા મળતાં ખેડૂતોને બાગાયતી દાડમની ખેતીમાં સારી આવક મળી રહી છે.’

માર્કેટયાર્ડ સેક્રેટરી ભેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘નર્મદાના નીર મળતાં પંથકમાં મોટા પ્રમાણમાં બાગાયતી ખેતી તરફ ખેડૂતો વળ્યા છે.જેમાં દાડમ, પપૈયા, જામફળ, એપલબોર જેવી ખેતી કરી પ્રગતિશીલ ખેડૂતોમાં સમૃધ્ધિ જોવા મળી રહી છે. જેથી હાલમાં એપીએમસીમાં ફ્રુટ માર્કેટ ખાતે મોટા પ્રમાણમાં દાડમ વેચાણ માટે આવતાં માર્કેટ ઉભરાઈ રહ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો