આવેદનપત્ર:ભરૂચના સાંસદના વર્તન સામે થરાદ-ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ

થરાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારથી અચોક્કસ મુદત સુધી પેનડાઉન કરવાની ચીમકી

ભરૂચના સાંસદ દ્વારા એક સપ્તાહ અગાઉ કરજણ મામલતદાર સાથે અભદ્ર વર્તન કરતા તેમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં તમામ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. શનિવારથી અચોક્કસ મુદત સુધી પેનડાઉન કરવામાં આવશે.

સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા કરજણ તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. જે ઘટનાને વખોડી તેમના વિરૂધ્ધમાં વિવિધ જિલ્લાના મહેસુલી કર્મચારી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. સંસદ સભ્ય દ્વારા માફી માંગવા અને તેમના વિરુદ્ધ સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી દરેક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આ બાબતે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ વર્ગ-3 દ્વારા પણ સરકારમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પહેલા દિવસે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવી, શુક્રવારે માસ સીએલ ઉપર જવું તથા શનિવારથી અચોક્કસ મુદત સુધી પેનડાઉન પણ કરાશ.. જે અનુસંધાને થરાદમાં ગુરુવારે મામલતદાર દિપકભાઇ દરજી અને કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી. જ્યારે ડીસામાં પણ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સહિત તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સાંસદ મનસુખ વસાવાનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...